Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપાની કારોબારી બેઠક યોજાઇ.

Share

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારી બેઠકમાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ ભરૂચ જિલ્લાના તમામ 5 ધારાસભ્યો, પ્રતિનિધિઓ, હોદેદારો અને કાર્યકરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી જીત અપાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારો અને સભ્યો લોકો સુધી પોહોંચી આભાર સાથે સરકારની યોજનો અને લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને વધુને વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જોડાય એ બાબતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સદર બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય અરૂણસીહ રણા, ડી.કે.સ્વામી, રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજાઈ

ProudOfGujarat

અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલમાં બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા.

ProudOfGujarat

આ રાષ્ટ્રીય મહિલા દિવસ, સીરત કપૂર કહે છે, “આપણે દરેક શક્તિશાળી મહિલાને યાદ રાખવી જોઈએ જેણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!