જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જીલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ‘એક યુદ્ધ નશાની વિરુદ્ધ’ થીમ હેઠળ તંબાકુ અને નશીલા પદાર્થના સેવન સામે જાગૃતિ લાવવા માટે એસ એફ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ સુરક્ષા આધીકારીની કચેરી દ્વારા ૧૮ વર્ષની નીચેના બાળકો અને ખાસ કરીને તરુણાવસ્થામાં વ્યાસનની ખરાબ લત લાગી જતી હોય છે તેમના માટે આ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ માટે માતા પિતા ઉપરાંત ઇન્સ્ટીટ્યુશન લેવલ પર બાળકોને જાગૃત કરવા જોઈએ. આ રેલીમાં ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, બાળ સુરક્ષા આધિકારી, માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ, શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ, શાળાના શિક્ષકગણ, એનએસએસના સંચાલકો, પોલીસ જવાનો અને અન્ય નાગરિકો જોડાયા હતા. ડીવાયએસપી અને મુકેશ પટેલે રેલીને લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં એનએસએસના વિદ્યાર્થીઓ પોતાના યુનિફોર્મમાં સજ્જ ફ્લેશ કાર્ડ, બેનર્સ અને વિવિધ પોસ્ટર અને સ્લોગન સાથે સમગ્ર શહેરમાં રેલી યોજી હતી. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બાળકો નશાથી મુક્ત રહે તે આશયથી આ રેલી કાઢી જાગૃતિ લાવવાનો પ્રયત્ન આ શાળાના બાળકોએ કર્યો છે. આપણે તેમને સહયોગ આપવો જોઈએ અને એક નાગરિક તરીકે આપણે આ અભિયાનને સફળ બનાવવું જોઈએ.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર