Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સીમાડામાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા દુકાનદાર સહિત ચાર દાઝયા

Share

સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી દિવાળીબાગ સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ગેસ રિફીલીંગ કરતી વેળા થયેલા સિલીન્ડર બ્લાસ્ટમાં દુકાનદાર દંપતી અને પુત્ર સહિત ચાર જણા દાઝી જતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સીમાડા વિસ્તારની દિવાળીબાગ સોસાયટીમાં ભાડાના મકાનમાં ચાંદમલ ગુર્જર મામાદેવ કરિયાણા નામે દુકાન ચલાવે છે. જેમાં આજે વહેલી સવારે ગેસ સિલીન્ડર બ્લાસ્ટની સાથે આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટને પગલે સ્થાનિક વિસ્તાર ધણધણી ઉઠયો હતો અને પડોશીઓ પણ દોડી આવ્યા હતા. બ્લાસ્ટ બાદ લાગેલી આગની ચપેટમાં દુકાનદાર ચાંદમલ ગુર્જર (ઉ.વ. 28), તેની પત્ની શીલાદેવી ચાંદમલ ગુર્જર (ઉ.વ. 26), પુત્ર ક્રિષ્ના ચાંદમલ ગુર્જર (ઉ.વ. 4) અને પડોશી ચંદ્રકાંત પરસોત્તમ પટેલ (ઉ.વ. 35) આવી જતા તેઓ દાઝી ગયા હતા. ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતા તુરંત જ ફાયર ફાયટર અને પોલીસ દોડી આવી હતી અને ચારેય જણાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગ બુઝાવ્યા બાદ ફાયર વિભાગે દુકાનમાં તપાસ કરતા તેમાંથી ડોમેસ્ટિક ગેસની 15 બોટલ અને કોર્મશીયલ ગેસની 5 બોટલ તથા ગેસ રિફીલીંગની બે પાઇપ પણ મળી આવી હતી. જેથી ફાયર વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કરિયાણાની દુકાનની આડમાં ગેરકાયદે ગેસ રિફીલીંગ કરતી વેળા ગેસ લીકેજને પગલે બ્લાસ્ટ થયો છે. આ અંગે હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી કૃષ્ણનગર સોસાયટી ખાતે ડીવાયએસપીએ દલિતોની લીધી મુલાકાત.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

લીંબડીનાં બ્રાહ્મણ પરિવારનાં પાંચ સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!