કઠલાલના લાડવેલ ગામે રહેતા ૫૫ વર્ષિય ભીખાભાઇ નાનાભાઇ રાઠોડ ગઇકાલે મોટરસાયકલ પર પોતાના ગામથી નજીક આવેલા ખેતરમાં જતાં હતાં. આ દરમિયાન અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સિતાપુરા પાટીયા પાસે તેઓ રોગ સાઈડે પોતાનું વાહન હંકારતાં હતા તે સમયે સામેથી આવતાં મોટરસાયકલ સાથે ભીખાભાઈએ પોતાનું વાહન ટકરાયુ હતુ. જેના કારણે આ બંને બાઈક ચાલકો રોડ ઉપર પટકાતા બંનેની શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને વાર લાગતાં સ્થાનિકોએ ખાનગી વાહન મારફતે આ ઘવાયલા ચાલકોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ભીખાભાઇ નાનાભાઇ રાઠોડનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા શૈલેશકુમાર ભલાભાઇ રાઠોડે કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ફેટલ
અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ