ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ વર્ષ 2023 નો પ્રથમ માસ લાલબત્તી સમાન સાબિત થયો હતો, જાન્યુઆરી માસની શરૂઆત સાથે જ આ વર્ષ સુખાકારી સાથે નીવડે તેવી શુભકામના ગત વર્ષના અંતમાં એટલે કે 31 ડિસેમ્બરના રોજ શહેરીજનો અને જિલ્લા વાસીઓએ એક બીજાને આપી હતી, પરંતુ જાણે કે વર્ષ 2023 નો પ્રથમ માસ જ ચકચારી ઘટનાઓની ભરમાર વચ્ચે શરૂ થયો હોય તેમ એક બાદ એક ન ધાર્યું હોય તેવી ચર્ચાસ્પદ ઘટનાઓથી ગુંજતુ રહ્યું હતું.
ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં પોલીસ ચોપડે વ્યાજખોરોનાં ત્રાસ અને આતંકની અનેક ફરિયાદો નોંધાઈ હતી, જેમાં કેટલાય ઉંચા દરે ધાક ધમકીઓ આપતા વ્યાજખોરો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા, તો બીજી તરફ આમોદ પંથકમાં કરોડોની અસલી નકલી છેતરપિંડી કૌભાંડ સામે આવતા તેમાં પણ અનેક તત્વોને પોલીસ વિભાગે લાલાઆંખ કરી કૌભાંડનો પ્રદાફાશ કર્યો હતો.
આ વાત થઈ વ્યાજખોરો અને લેભાગુ તત્વોની જે ઘટનાઓની શાહી હજુ પોલીસ ચોપડે સુખાઈ ન હોય તે પહેલા તો ઉતરાયણના દિવસે રાત્રીના સમયે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં જુના એસ.ટી ડેપો પાસે બેખોફ બનેલા બુટલેગરોનો આતંક સામે આવ્યો હતો, જ્યાં એક સાથે ત્રણ જેટલાં લોકોને ચપ્પુની અણીએ બંધક બનાવી ધાબા ઉપર લઈ જઈ ઉપરથી ફેંકી દેવાની ઘમકી ભરી ઘટના એ ભારે ચક્ચાર મચાવ્યો હતો, જેમાં પણ મુખ્ય સૂત્રોધાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી તો ઘટનામાં સામેલ અન્ય બે ની હજુ સુધી શોધખોળ શરૂ કરી છે.
આ તમામ ઘટનાઓએ હજુ પોલીસને દોડતી મૂકી હતી તે વચ્ચે તો જિલ્લા પોલીસના ઈતિહાસમાં પ્રથમવાર સર્જાઈ હોય તેવું પોલીસ જ પોલીસ સહિતના વ્યક્તિ ઓની જાસૂસી કરતી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી જેમાં ક્રાઇમ બ્રાંચમાં બે કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા તેઓને સસ્પેન્ડ કર્યા હતા જે બાદ મામલે એસ. પી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, જેમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના બે કુખ્યાત બુટલેગરોની સંડોવણી એ ઘટના ક્રમમાં ખળભળાટ મચાવી મુક્યો હતો.
આ તમામ ઘટનાઓ વચ્ચે ચાલુ માસમાં વધુ એક ચકચારી ઘટના શહેરના આશ્રય શોપિંગ પાસેથી સામે આવી હતી, જેમાં વ્યાજના નાણાંની વસુલાતમાં ઢીંગાણું સર્જાયું હતું જેમાં બે વ્યક્તિઓ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બંને ઈસમોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પણ એક કુખ્યાત બુટલેગર સહિત અન્ય પાંચથી વધુ ઈસમોની સંડોવણી સામે આવતા પોલીસ આરોપીઓની ધરપકડ કરી હતી.
આમ ચાલુ વર્ષના અંત સુધીમાં જાણે કે અસામાજિક તત્વોની લુખ્ખાગિરી અને કાયદાનો ખૌફ આ પ્રકારના તત્વોમાંથી વિસરી ગયો હોય તેવી ચર્ચાઓએ તમામ બાબતો બાદ લોકોમાં ગુંજતી મૂકી હતી તેવામાં હવે આ પ્રકારે બેફામ અને બિન્દાસ બનેલા તત્વો સામે કાયદાનો ખૌફ ફરીથી બેસે તે પ્રકારનું કડક મંથન ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ કરવું જોઈએ તેવું જાગૃત નાગરિકો માની રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં બેખોફ તત્વોના મકાનોનું સર્ચ કરવું જરૂરી
ભરૂચ જિલ્લામાં ખાસ કરી શહેરી વિસ્તારમાં મારામારી સહિત સ્ટે્બિંગ જેવી ઘટનાઓમાં સાંડોવણી ધરાવતા તત્વોના મકાનો અથવા તેઓના અડ્ડાઓ ઉપર પોલીસ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે તો અનેક ગેરકાયદેસર ચપ્પુ, તલવાર સહિતના ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હથિયારો ઝડપાઇ શકે છે, તેવુ કેટલાય જાગૃત નાગરિકો માની રહ્યા છે.
બેખોફ બનેલા તત્વોનું હિસ્ટ્રી લિસ્ટ મંગાવી તેઓ સામે કાયદાકીય એક્શન લઈ શકાય..
ભરૂચ શહેરમાં અનેક એવા ગુનેગાર તત્વો છે જેઓએ અનેક ઘટનાઓને અંજામ આપ્યા બાદ પણ થોડા દિવસ જેલમાં રહી આવી જામીન ઉપર છુટકારો મેળવી ફરી અન્ય એક ઘટનાને અંજામ આપતા હોય છે તેવામાં આ પ્રકારની ગુનાહિત ચેઈન ચલાવતા તત્વો સામે પોલીસ વિભાગે લાલાઆંખ કરી તેઓની ક્રિમિનલ કુંડળી કાઢી કાયદાકીય રીતે પાસા, તડીપાર સહિતની બાબતો ઉપર ફોક્સ કરવાની વર્તમાન સમયમાં સર્જયેલ સ્થિતિ બાદથી ટાતી જરૂર જણાઈ છે.