દર વર્ષે અમદાવાદના ધંધુકા તાલુકાના પીર ભડીયાદ ગામે મહેમુદશા બુખારીનો ઉર્ષ ભરાય છે ત્યારે મુશ્લીમ તેમજ હિન્દુ પગપાળા ચાલીને પીર ભડીયાદ દર્શનાર્થે જતાં હોય છે ત્યારે આજે લીંબડી ખાતે નિશાન સાથે પાટડી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, મોરબી, લખતર, કચ્છ સહિતના વિસ્તારોમાંથી લોકો શ્રધ્ધા પૂર્વક પગપાળા ચાલીને આવતા હોય છે ત્યારે આ યાત્રા લીંબડી ખાતે હજારોની મેદનીમાં આવી પહોંચી હતી ત્યારે લીંબડી અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ દ્વારા આ પગપાળા આવેલ લોકોને જમવા, રહેવા, ન્હાવા માટેની સેવા પુરી પાડી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી રાજપૂત સમાજની વાડી ખાતે અને લીંબડી પોલીસ સ્ટેશન સામે લીમડાવાળાને ત્યાં લોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement