પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી સદભાવના મિશન ક્લાસ દ્વારા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ ચલાવવામાં આવે છે આજનાં આધુનિક યુગમાં માનવી પોતાના પરિવાર માટે જીવતો હોય છે પરંતુ અહીં એક મુસ્લિમ યુવા શિક્ષકે સાચા અર્થમાં હું નહીં પણ સમગ્ર હિન્દુ, મુસ્લિમ એક સાથે એક મંચ પર છે એવી એક્તાની સમગ્ર દેશમાં સુવાસ ફેલાવતા મુસ્લિમ સમાજનો શિક્ષક ઈમરાન ભાઈને શીરે જાય છે.
આવી એકતા માટે હર હંમેશાં તૈયાર રહેવા માટે આતુર હોય છે આજરોજ સદભાવના મિશન ક્લાસ બાબા રામદેવ પીર મંદિર ખાતે અભ્યાસ કરતી અને મજુરી કામ કરતા તેમના એકની એક પુત્રી પઢિયાર આઇશા ઈશ્વરભાઈની દિકરીની બર્થ ડેની ઉજવણી કરવા માટે તેમના ઝુપડીમા સૌ કોઈએ મદદ રૂપ થઈ અને શિક્ષક ઈમરાન ભાઈના નેજા હેઠળ અભ્યાસ કરતી દિકરીને ગુરુદક્ષિણા આપવા આવેલા શિક્ષક ઈમરાન ભાઈને જોઈ સૌને આશ્ચર્ય થયું હતું સાથે સાથે સમગ્ર મારવાડી સમાજનાં લોકોએ આ દિવસની એક મેક અને એકતાની ભાવના સાથે આઈશાની બર્થ ડેની ઉજવણી કરી હતી. આઈશાના ભાઈઓએ પણ સદભાવના મિશન ક્લાસમાં અભ્યાસ કરી આજે સારી એવી સફળતા મળી અને જોબ કરે છે
આવા પવિત્ર, પ્રસંગને જોવા માટે સ્થાનિક લોકો, મહિલાઓ અને બાળકોએ પણ મન મૂકીને સાથ સહકાર આપ્યો હતો શિક્ષક ઈમરાન ભાઈને આઈશાના કુટુંબ, પરિવારના સભ્યો, મિત્રો, સગાંસંબંધીઓ સ્થાનિક લોકો ખુશી વ્યક્ત કરી હતી. આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એક ખુશી આપી પુણ્ય પ્રાપ્ત કરી ગોધરાને એક મેકથી રહેવાની મિશાલ પુરી પાડી છે આ એક જીવતો જાગતો એક દાખલો છે.
પંચમહાલ રાજુ સોલંકી