વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઈ એક્સ્પો પ્રદર્શનને ઉદ્યોગ જગત સહિત લોકોનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમાં વડોદરા આઇટીઆઈના તાલીમાર્થીઓ પણ સહભાગી બન્યા હતા અને વિવિધ મોડેલ રજૂ કર્યા હતા.
આઈ.ટી.આઈ તરસાલીના પ્રિન્સિપાલ એ.આર.શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ મિકેનિકલ, ફિટર, ટર્નર, વેલ્ડર, મશીનીષ્ટ ટ્રેડના તાલીમાર્થીઓએ તેમની તાલીમ દરમિયાન તાલીમને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ બનાવી રજૂ કર્યા હતા.જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ મુજબ મશીનના તથા મશીન પાર્ટ્સ અને તેને લગતા વિવિધ પ્રોજેક્ટ તથા મોડેલ કે જેમાં વિવિધ ક્ષેત્રની સ્કીલ જેવી કે ફાઇલિંગ, ટર્નિંગ, ડ્રિલિંગ, હેક્સોઈગ મશીનો દ્વારા વિવિધ પ્રકારની સ્કીલનો ઉપયોગ કરીને ઝડપી ઉત્પાદન ક્ષમતામાં વધારો કેમ કરવો, તદઉપરાંત સંસ્થા ખાતે ચાલતા મિકેનિકલ, ફિટર, ટર્નર, વેલ્ડર, મશીનીષ્ઠ ટ્રેડ મુજબ વિવિધ વર્કિંગ મોડેલ ઇવીએમ મશીન, લેઝર સિક્યુરિટી સિસ્ટમ, તેમજ ફેબ્રિકેશન ટેકનોલોજી દ્વારા વેસ્ટ મટીરીયલમાંથી બેસ્ટ મોડેલ બનાવવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં નિહાળવા આવતા લોકોને તાલીમાર્થીઓએ પ્રોજેક્ટ વિશે વિગતવાર સમજ આપી હતી. આવા મોડલને આપણે જાહેર ક્ષેત્રે સ્કલ્પ્ચર તરીકે મૂકી શકાય તેવા છે. આ મોડલ બનાવવાની કામગીરીમાં ઇન્સ્ટ્રક્ટરો એમ.વી.ચાવડા, એ.એ.વાઘેલા, આર.આર.વ્હોરા, એસ.જે.માળી, એ.એન.મેવલિયા દ્વારા તાલીમાર્થીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડેલ છે.