ભરૂચ જિલ્લાના વાતાવરણમાં વીતેલા 24 કલાકમાં મોસમનો બદલાતો મિજાજ જોવા મળ્યો હતો, જિલ્લાના કેટલાક ભાગમાં કમોસમી વરસાદી ઝાપતા તો આજે દિવસ દરમ્યાન વિઝીબીલિટીમાં ઘટાડો થતા ભરૂચ -અંકલેશ્વર સહિતના હાઇવે વિસ્તારમાં વાહન ચલાકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી પહોંચી હતી.
વહેલી સવારથી 11 વાગ્યાં સુધી જિલ્લાના મોટાભાગના માર્ગો ગાઢ ધુમ્મ્સની ચાદરે પથરાયેલા નજરે પડ્યા હતા જે બાદ સૂર્યદેવના દર્શન નજરે પડ્યા હતા, સવારે જિલ્લામાં ઠંડીની માત્રમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
આમ વીટેલા 24 કલાક દરમ્યાન ભરૂચ -અંકલેશ્વર સહિતના વિસ્તારના વાતાવરણની સંતાકુકડીની રમત જેવો મિજાજ જોવા મળ્યું હતું, તો ઔધોગિક એકમો ધરાવતા વિસ્તારમાં રાસાયણિક યુક્ત વાતાવરણ જેવો અહેસાસ કેટલાક લોકોએ કર્યો હોવાનું સામે આવ્યું હતું, તો ખેતરોવાળા વિસ્તારમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો.