Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જયંતિ નિમિત્તે ઝઘડિયા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

Share

આજે નર્મદા જયંતિના દિવસે ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નર્મદા કિનારાના નર્મદા ઘાટ ઉપરાંત બધા આશ્રમોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારાના તમામ ગામોએ નર્મદા જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કિનારાના ગામોમાં, મંદિરોમાં તેમજ આશ્રમમાં નર્મદા ઘાટ ઉપર વહેલી સવારથીજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નર્મદા પૂજન તેમજ સામૂહિક આરતીના ક‍ાર્યક્રમો યોજાયા. નર્મદાના એક કિનારાથી સામે કિનારા સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.

જેના દર્શન માત્રથી મનુષ્યને તમામ પાપોમાંથી મુક્તિ મળે તેવી પુણ્ય‌ સલીલામાં નર્મદાજીના પ્રાગટ્ય દિનની ઝઘડિયા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા મઢી કિનારે તેમજ નર્મદા કિનારે વસેલા જુનાપોરા ભાલોદ અશા સાશ્વત મારૂતિ ધામ કૃષ્ણપરી ગામે માતાજીની પૂજા કરવામાં આવી હતી. નર્મદા નદી કિનારે આવેલા માતાજીના મંદિરે મંત્રોચ્ચાર દ્વારા હોમાષ્ટક યજ્ઞ કરવામાં આવ્યો હતો, સાથે સાથે ઝઘડિયા મઢી ઘાટ ખાતે પરંપરાગત રીતે નર્મદાના ભાવિક ભક્તો માટે ભંડારાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. ઝઘડિયા નર્મદા કાંઠાથી સામે શુકલતીર્થ ઘાટ સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં દર્દીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું.

ProudOfGujarat

ગાંધીધામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

ProudOfGujarat

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામુ આપ્યું, જાણો શું હતું કારણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!