જલ એ જીવન છે અને જળ વગર મનુષ્યનો કોઈ ઉદ્ધાર નથી ત્યારે ગુજરાતની જીવા દોરી સમાન માં નર્મદા જેમની આજે જન્મ જયંતી ઉજવવામાં આવતી હોય છે, ખાસ કરીને સુર સાતમના દિવસે મા નર્મદાની જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે.
માં નર્મદાની પરિક્રમા મોટી સંખ્યામાં લોકો કરતા હોય છે અને ગુજરાતની જીવા દોરી માં નર્મદાની ભાવ સાથે પૂજન ઠેર ઠેર કરવામાં આવતું હોય છે ત્યારે નર્મદા જયંતી નિમિત્તે છેલ્લા આઠ વર્ષથી ઔરપટાર ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ તેમના દ્વારા ઉત્સાહપૂર્વ અને ભક્તિ સાથે માન નર્મદાની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. સમગ્ર ગામમાં ભવ્ય શોભા યાત્રા સાથે નર્મદા કિનારે જઈને માં નર્મદાનું વિધિ સાથે પૂજા વિધિ કરીને નાની બાળકીઓને ભોજન અને તમામ લોકોને મહાપ્રસાદ સાથે નર્મદા જયંતીની કરી હતી.
Advertisement