જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ વખત શાળા નં.17/59 વિભાપર રોડ ગુલાબ નગર ખાતે 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધારાસભ્ય રિવાબા જાડેજાના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં પ્રથમ વખત ધારાસભ્યના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજા એ શાળાના બાળકો સાથે ભારતીય બેઠકમાં બેસીને કાર્યક્રમને માણ્યો હતો, બાળકોનો ઉત્સાહ વધે તે માટે તેઓએ પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સંજયભાઈ દાઉદીયા, દિનેશભાઈ રબારી, રમેશભાઈ કણસારા, મનિષાબેન બાબરીયા, પરસોતમભાઈ કાકનાણી, રવુફભાઈ અને શિક્ષણ સમિતિના ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જામનગરમાં ન. પ્રા. શિ. સમિતિની શાળા નં. 17/69 ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.
Advertisement