ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી ૧૦ ફુટ જેટલો લાંબો એક અજગર પકડાયો હતો. ગામના જાઉદ્દિન શેખ નામના એક ખેડૂતના ખેતરમાં આજરોજ એક અજગરે દેખા દેતા સ્થાનિકોએ ઝઘડિયા ખાતેના સેવ એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરતા સેવ એનિમલ ટીમના સુનિલ શર્મા, કમલેશ વસાવા, દિપક માલી તેમજ શુભમ ચૌહાણ દ્વારા સ્થળ ઉપર આવીને રેસ્ક્યુ કરીને અજગરને પકડી લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરને પકડી લીધો હતો. આ પકડાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં અવારનવાર નાનામોટા અજગર દેખાતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
Advertisement