Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ટી.સી.કાપડિયા કોલેજ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે રાષ્ટ્રની આન, બાન અને શાન સમો તિરંગો લહેરાવીને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા કલેકટરે જણાવ્યું હતું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવી આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને એ માટેની નીંવ રાખી હતી એમ કહી તેમણે વિકાસશીલ વિચારસરણીને વરેલી રાજય સરકાર આદિવાસીબહુલ છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે સતત ચિંતિત અને પ્રયાસરત છે એમ જણાવ્યું હતું.

જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસના જુદા જુદા આયામો અંગે વિગતે જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લાના વિકાસ માટે કરવામાં આવેલી માળાખાકીય સુવિધાઓ અંગે પણ વિગતે સમજ આપી હતી. આ ઉપરાંત જિલ્લાની પ્રજાને સારામાં સારી આરોગ્યની સુવિધાઓ મળી રહે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી, પાણી પુરવઠા વિભાગ, નલ સે જલ યોજના, શિક્ષણ, તેમજ આદિજાતિ વિકાસ વિભાગ સહિતના વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પણ વિગતે છણાવટ કરી હતી.

Advertisement

આ ઉપરાંત તેમણે સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વણથંભી વિકાસયાત્રામાં જિલ્લાની જનતા પણ પોતાની સહભાગિતા નોંધાવે એવી અપેક્ષા વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો તેમજ પોલીસ વિભાગની બહેનોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ પણ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાની લોકસાંસ્કૃતિક વિરાસત પીઠોરા પેઇન્ટિંગને વિશ્વમાં ઓળખ અપાવનાર અને તાજેતરમાં જ પુરસ્કાર મળ્યો છે એવા પરેશભાઇ રાઠવા તેમજ વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધિવંતોનું કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલેકટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, મદદનીશ કલેકટર રાઠોડ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, નિવાસી અધિક કલેકટર આર.કે.ભગોરા, પ્રાયોજના વહીવટદાર રવિન્દ્રસિંહ જાડેજા, બોડેલી પ્રાંત મૈત્રીદેવી સિસોદીયા જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અન નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો…

ProudOfGujarat

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજનાં સમાંતર બ્રિજના કામમાં સુરક્ષા પ્રત્યે લાપરવાહી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!