ભારત આજે 74 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થશે. પહેલા આ પથ રાજપથ તરીકે જાણીતી હતી. આ પરેડમાં ‘ન્યૂ ઈન્ડિયા’ની ઝલક જોવા મળશે. આ સાથે સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન પણ થશે. રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે. આ સાથે વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને કર્તવ્ય પથ પરથી રાષ્ટ્રનુ નેતૃત્વ કરશે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ છે.
આજે દિલ્હીના કર્તવ્ય પથ પર જુદા જુદા રાજ્યોની ઝાંખી જોવા મળી રહી છે. આ ઝાંખીઓમાં ગુજરાત રાજ્યની ઝાંખી પણ જોવા મળી હતી. આ ઝાંખીમાં ક્લીન ગ્રીન એનર્જી એફિસિયન્ટ ગુજરાતની થીમ હતી. આ ઝાંખીમાં દેશનું પ્રથમ સૌર ઉર્જા પર આધારિત મોઢેરા ગામ દર્શાવવામાં આવ્યુ હતું. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ છે. આ સાથે જ ઇજિપ્તની સશસ્ત્ર દળો કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવીના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત કર્તવ્ય પથ પર કૂચ કરતી જોવા મળશે.