Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ.

Share

વડોદરા ખાતે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક સાંસદ રંજનબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્ર પુરસ્કૃત વિવિધ જનકલ્યાણની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભો સમાજના છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચાડવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કામો ગુણવત્તાયુક્ત રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

Advertisement

સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, સાવલી અને વાઘોડિયા તાલુકાના ગામડાઓમાં ઘરેલુ ગેસ આપવા માટે સર્વેં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત આ બેઠકમાં ગામડાઓમાં સી.સી.ટીવી કેમેરા થતા એલ. ઈ. ડી લાઈટ માટેની તાંત્રિક મંજૂરીઓ હવે એમ.જી.વી.સી. એલ દ્વારા આપવામાં આવશે એવો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.જિલ્લાની નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ પર લગાવવામાં આવેલ લાઈટોનું વીજ બિલ જો માર્ગ મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ભરપાઈ કરવામાં આવે તો નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઓછું થાય એવી ધારાસભ્યશ્રીઓની રજૂઆતના અનુસંધાનમાં સાંસદએ આ અંગે સરકારમાં જરૂરી દરખાસ્ત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

સાંસદ એ જિલ્લાની આંગણવાડીઓ અને પંચાયત ઘરોનું જરૂરી મરામત કરવા પણ જણાવ્યું હતું. જિલ્લાની નગરપાલિકાઓમાં બાકી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી મહત્તમ વેરાઓની વસુલાત કરવા અસરકારક કામગીરી કરવા ચીફ ઓફિસરોને તેમણે સુચના આપી હતી. આ ઉપરાંત નગરપાલિકાઓએ બાકી વીજ બિલના નાણાં સમયસર વીજ કંપનીને ચૂકવવા ખાસ તાકીદ કરી હતી જેથી વીજ કનેકશન કાપવાના પ્રશ્નો ઉભા થાય નહિ.

સાંસદએ વર્ષ ૨૦૨૨-૨૩ ના સપ્ટેમ્બર અંતિત કેન્દ્ર પુરસ્કૃત મનરેગા, દીન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ /શહેર) સ્વચ્છ ભારત મિશન ( ગ્રામીણ ,શહેર) પ્રધાનમંત્રી અર્બન યોજના,અમૃત યોજના, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓ, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, નેશનલ રૂરલ ડ્રીંકિંગ વોટર કાર્યક્રમ, એમજીવીસીએલ, નેશનલ હાઈવે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના સહિત સાંસદ આદર્શ ગામ યોજનાના કામોની નાણાંકીય અને ભોતિક પ્રગતિની યોજાનાર વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબહેન જોષીએ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની જિલ્લામાં થયેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુકલા, ધારાસભ્યો સર્વ શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ, ચૈતન્યભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, નાયબ મ્યુનિ.કમિશનર પ્રજાપતિ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પહેલીવાર પુરુષ ક્રિકેટ મેચમાં મહિલા અમ્પાયરે સંભાળી કમાન.

ProudOfGujarat

दिलजीत दोसांझ ने सूरमा के क्रू सदस्यों के साथ लिया इफ्तारी का आनंद!

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!