ભરૂચ જિલ્લામાં ઔધોગિક નગરી તરીકે વિકસેલ અંકલેશ્વર શહેરમાં અવારનવાર વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણની ફરીયાદો જાગૃત નાગરિકો દ્વારા જે તે લાગતા વળગતા વિભાગોમાં અવારનવાર કરવામાં આવતી હોય છે, તેમ છતાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવી યેનકેન પ્રકારે પ્રદુષણ ફેલાવી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા હોય તેવા કૃત્ય કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એક ખુલ્લી વરસાદી કાંસમાં બિન્દાસ અને બેરોકટોક રોતે કોઈક બેજવાબદાર પર્યાવરણના દુશ્મન સમાન તત્વો દ્વારા કાંસમાં કલરીંગ પ્રદુષણ યુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં આ પ્રકારના તત્વો સામે ભારે નારાજગી જોવા મળી છે તેમજ મામલે જીપીસીબી માં ફરિયાદ કરી આ પ્રકારે પ્રદુષણ ફેલાવતા તત્વોની તપાસ કરી તેઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા ઔધોગિક એકમો ધરાવતા વિસ્તારમાં છાશવારે પ્રદુષણની માત્ર અત્યંત જોખમ સમાન બનતી ભૂતકાળના દિવસોમાં aiq index માં જોવા મળી હતી તો ફરી એકવાર આ પ્રકારે વરસાદી કાંસમાં પ્રદુષણ યુક્ત જળના કારણે આસપાસની ખાડીઓમાં રહેલ જળચર પ્રાણીઓ તેમજ પાણી પીવા આવતા પશુઓ માટે જોખમી સ્થિતિનું સર્જન થયું છે.