સમસ્ત લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા રાજકોટ જિલ્લામાં વીરપુર પાસે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતા 7 મા વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે 7 મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ કરાશે તેમજ તેમની સાથે રાજ્યના મંત્રીમંડળ, ધારાસભ્યો અને લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ખોડલધામ મંદિર ટ્રસ્ટના કન્વીનરોની મિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, તેમજ માં ખોડલની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેનારા ગુજરાત સરકારના નવનિયુકત મંત્રીઓનું સન્માન કરાશે.
Advertisement