જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા, મથુરા સાથે જોડાયેલ જયગુરુદેવ સંગત સેલંબા નેજા હેઠળ આધ્યાત્મિક સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી એક સેલંબા APMC નાં સામેના ગ્રાઉન્ડમાં યોજાશે ત્યારબાદ 26 મી જાન્યુઆરીના રોજ પીઠા ગ્રાઉન્ડ, ડેડીયાપાડામાં ત્યારબાદ 27 મી જાન્યુઆરી પઠાર, તાલુકો વાલીયા અને ત્યારબાદ 28 મી જાન્યુઆરીના રોજ આમલેથા તાલુકો નાંદોદ મુકામે યોજાશે. આમ દક્ષિણ ગુજરાતમાં કુલ ચાર પ્રોગ્રામ યોજાશે. સંસ્થાના વડા પૂજ્ય પંકજજી મહારાજ આ કાર્યક્રમમાં આધ્યાત્મિક સત્સંગ આપશે. તેઓ તેમના ગુરુ મહારાજ પરમ સંત બાબા જયગુરુદેવ જી મહારાજના અમર શબ્દોનું પાથન કરશે. માનવ-ધર્મ, માનવ-કર્મ, માનવ-પ્રેમ, એકતા, શાકાહાર માટે દાન, નૈતિકતા, દારૂ-નિષેધ, ચારિત્ર્ય ઉત્થાન અને સારા સમાજના નિર્માણનો પ્રેરણાદાયી સંદેશ આપશે. સત્સંગ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, તેઓ તેમના 76 દિવસના શાકાહાર, નૈતિકતા, દારૂ પ્રતિબંધ, આધ્યાત્મિક વૈચારિક જનજાગૃતિ પ્રવાસ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દાદરા નગર હવેલી અને ગુજરાત વગેરે સ્થળે યોજાશે , તમામ ધર્મપ્રેમીઓ, સત્સંગપ્રેમી મહાન વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનોને સત્સંગ સાંભળવાનો લાભ લેવા, જીવતા જીવતા ભગવાનને પામવાનો સરળ ભેદ “નામદાન” મેળવવા અને મનોકામનાઓ પૂર્ણ કરવાના આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રાર્થના કરશે.
બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા 76 દિવસીય પ્રસાર માટે છ થી વધુ રાજ્યમાં સત્સંગ કરશે
Advertisement