Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના લહેરીપુરામાં ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ

Share

વડોદરાના લહેરીપુરા રોડ પર આવેલી ત્રણ માળની દુકાનમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગ આજે સવારે કાબુમાં આવી હતી.

ન્યાય મંદિરથી બરાનપુરા તરફ જવાના લહેરીપુરા રોડ પર બેંક ઓફ બરોડાની પાસે મહેશ વિદ્યુત ઇન્ટિરિયલ ગેલેરી નામની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગનું રૌદ્ર સ્વરૂપ જોતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી 15 ફાયર ફાઈટર કામે લગાવ્યા હતા.

Advertisement

લગભગ પાંચથી છ કલાકની જહેમત બાદ સવારે આગ કાબુમાં આવી હતી. આગમાં ઇલેક્ટ્રીક, સેનિટરી અને હાર્ડવેરનો સામાન ખાખ થઈ ગયો હતો. આગલું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


Share

Related posts

દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

ધો.10 અને 12 ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, જાણો ક્યારથી લેવાશે પરીક્ષા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!