Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સ.વાઘપુરા ગામે વેચાણ માટે રાખેલ વિદેશી દારુ ઝડપાયો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સ.વાઘપુરા ગામેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગામના સ્ટેશન ફળિયામાં એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની રુ.૫૦૦ ની કિંમતની પાંચ બોટલો ઝડપી લીધી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ એલસીબીની ટીમને ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સ.વાઘપુરા ગામે સ્ટેશન ફળિયામાં ઉર્મિલાબેન વસાવા પોતાના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો લાવી વેચાણ કરે છે. એલસીબી ની ટીમે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ઘરની બહાર મુકેલ પલંગ નીચેથી ૧૮૦ મી.લી.ની પાંચ દારુની બોટલો રુ.૫૦૦ ની કિંમતની મળી આવી હતી. સદર બોટલો બાબતે પુછતા આ દારુનો જથ્થો બાબુભાઇ શનાભાઇ વસાવા રહે.ટેકરા ફળિયું કુંવરપરા તા.ઝઘડિયાના આપી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી દ્વારા આ બાબતે ઉર્મિલાબેન રમણભાઇ વસાવા રહે.ગામ સ.વાઘપુરા, તા.ઝઘડિયા, જિ.ભરૂચ તેમજ બાબુભાઇ શનાભાઇ વસાવા રહે.ટેકરા ફળિયું, કુંવરપરા, તા.ઝઘડિયા, જિ.ભરુચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.

ProudOfGujarat

રાજયનાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયુ સાથે વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી યથાવત !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!