Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટની એ.વી. જસાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુના મામલે રાજ્ય સરકાર એક્શનમાં

Share

રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8 માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8 ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનો તાત્કાલિક સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયુ છે.

આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ જાણકારી મળશે અને એ પછી જ આગળની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

સુરત સહીત ગુજરાતભરમાં ચા એ લોકોની ચાહત અને લિજ્જતનું માધ્યમ બન્યું છે સવાર બપોર સાંજ ચા જાણે વ્યસન જેવું પીણું બન્યું છે.

ProudOfGujarat

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

ProudOfGujarat

પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પુરગ્રસ્તો માટે રાશન કિટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!