દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વર્ષ ૨૦૧૮ થી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને પોતાના અનુભવ વહેંચી વિદ્યાર્થીઓને તણાવમુકત પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપે છે.
આ ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી કાર્યક્રમ પુરવાર થયેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે, “ હું ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગભરાટના વાતાવરણથી દૂર રહે, મિત્રોની નકલ કરવાની જરૂર નથી, બસ તમે જે પણ કરો છો તે આત્મવિશ્વાસ સાથે કરતા રહો અને મને ખાતરી છે કે તમે સૌ ઉત્સવના વાતાવરણની જેમ આપની પરીક્ષા આપી શકશો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ પુસ્તક “ એકઝામ વોરિયર્સ ” માં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત પરીક્ષા આપવા માટે ૨૮ મંત્રો અને વાલીઓ માટે લખાયેલ ૬ સૂચનો ખૂબ જ લોકપ્રિય થયા છે. વિવિધ પ્રકારના આર્ટ અને પેન્ટીંગ દ્વારા તૈયાર થયેલ આ પુસ્તક પરીક્ષાના તમામ આયામોને આવરી લે છે. જે વિદ્યાર્થીઓ આ પુસ્તક વાંચીને પરીક્ષા આપે છે તેઓ તણાવમુકત રીતે પરીક્ષા આપી શકે છે.
ભારતીય જનતા પાર્ટી, ભરૂચ જિલ્લા દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ ‘ પરીક્ષા પે ચર્ચા ’ અંગે જનજાગૃત્તિ લાવવાના અને ભરૂચ શહેર – જિલ્લાના વિદ્યાર્થીઓને “ એકઝામ વોરિયર્સ ” પુસ્તકનો પરીચય કરાવવા અર્થે આ પુસ્તકમાં રજૂ કરેલ આર્ટ અને પેન્ટીંગ આધારીત ચિત્ર સ્પર્ધાનું આયોજન તા. ૧૬ મી જાન્યુઆરી –૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઍમિટી સ્કૂલ, દહેજ બાયપાસ રોડ, ભરૂચ મુકામે યોજાયેલ હતી. જેમાં ભરૂચ શહેરની નામાંકીત શાળાઓના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. તા. ૧૭ મી જાન્યુઆરી –૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સમારંભના અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા ( ભરૂચ જિલ્લા પ્રમુખ, ભાજપા ); સમારંભના અતિથિવિશેષ રમેશભાઈ મિસ્ત્રી ( ધારાસભ્ય, ભરૂચ વિધાનસભા); સમારંભના મહેમાનો નિરલભાઈ પટેલ ( ભરૂચ જિલ્લા મહામંત્રી, ભાજપા ), ફતેસિંહ ગોહિલ ( ભરૂચ જિલ્લા મહામંત્રી, ભાજપા ), પ્રકાશભાઈ પટેલ ( પ્રમુખ, ભરૂચ શહેર ભાજપા ), અમિતભાઈ ચાવડા ( પ્રમુખ, નગરપાલિકા, ભરૂચ ), ધર્મેશભાઈ મિસ્ત્રી ( ચેરમેન, બાંધકામ સમિત, જિ.પં., ભરૂચ), કન્વીનર પરીક્ષા પે ચર્ચા અશોકભાઈ બારોટ ( અધ્યક્ષ, ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ) સર્વે ઉપસ્થિત રહ્યાં હતા. ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખીત પુસ્તક ‘ એકઝામ વોરિયર્સ ‘ તથા ઍમિટી શાળા દ્વારા શુભેચ્છાના પ્રતિકરૂપે પુસ્તક પ્રેરણાનું પ્રભાત ’ અને ‘ પ્રમાણપત્ર ’ આપી સન્માનિત કર્યાં હતા.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાકે ઍમિટી સ્કૂલ, ભરૂચ ( ગુ.મા. ) ની વિદ્યાર્થીની બળેજા ભૂમિ એચ., દ્વિતીય ક્રમાકે નારાયણ વિદ્યાલય, ભરૂચ ( ગુ.મા. ) ની વિદ્યાર્થીની રાણા પંકિત એ. અને તૃતીય ક્રમાકે સ્વામીનારાયણ ગુડવીલ સ્કૂલ, ભરૂચની વિદ્યાર્થીની પંચાલ દેવાંશી એન. વિજેતા રહ્યાં હતાં. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોકભાઈ બારોટે પ્રાસાંગોચિત ઉદ્બોધન કર્યાં હતા. જયારે ઍમિટી શાળાના મેનેજિંગ ટ્રસ્ટ રણછોડભાઈ શાહે પરીક્ષા એક ઉત્સવ વિષય પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમિટી સ્કૂલના આચાર્ય પ્રકાશભાઈ મહેતાએ કર્યું હતું. ભરૂચ શહેરના ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.