Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસઓજી

Share

લાલ – પીળી દવાઓના અખતરાંના આધારે દવાખાના ખોલી ઈલાજના નામે લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો છે. આ બોગસ તબીબ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રીઓ વગર દર્દીઓને માત્ર દવાઓ જ નહિ પણ ઇન્જેક્શન પણ લગાડી દે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પોતાને તબીબ તરીકે ઓળખાવતા ઠગની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરો” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના આપવામાં આવી છે. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એ.ચૌધરી દ્વારા ટીમને તપાસ શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું. પો.સ.ઈ. એ.વી.શિયાળીયાનાઓ ટીમ સાથે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે નિતીશ દિપક બીસ્વાસ હાલ રહે.કડોદરા ગામ તા.વાગરા, જી.ભરૂચ. મૂળ રહે.ગામ એરોલી, તા.ગંગનાપુર જી.નદીયા મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન રાખી ઇલાજના નામે અખતરાં કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરૂદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ દહેજ પો.સ્ટે. કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

ProudOfGujarat

લીંબડી : નગારાના નાદ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!