Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાના જુદાં- જુદાં ગામોમાં ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે શેરીનાટકના કાર્યક્રમો યોજાયા

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા,અરેઠી અને કવચિયા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ ૨ અંર્તગત ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા શેરીનાટકના કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગ્રામિણ વિસ્તારના લોકોને નાટક ભજવતા કલાકારો દ્વારા તે વિસ્તારમાં બોલાતી લોકબોલી સાથે પરંપરાગત વેશભૂષાના વિનિયોગ થકી ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જ્ઞાન સાથે ગમ્મત પિરસતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા કરવામાં આવ્યું હતું. આગવી વેશભૂષા અને લોકબોલીમાં શેરી નાટક થકી સ્વચ્છતાનો સંદેશો આપવા રહ્યો છે.ત્યારે સ્વચ્છતા રાખવાની આદત કેળવાઈ અને ભાવી પેઢીને ઉજજવળ ભવિષ્ય આપી શકાય માટે લોકોને પ્રતિજ્ઞા લેવડામાં આવી હતી.

નેત્રંગ તાલુકામાં યોજાયેલા શેરી નાટકના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા કો-ડીનેટર શ્રી દીપકભાઈ પટેલ, નેત્રંગ તાલુકાના બ્લોક કો-ડીનેટર શ્રી દિનેશ વસાવા, આઈઈસી એક્ષ્પર્ટ શ્રી જયેશભાઈ પટેલ, ક્લસ્ટર કો-ડીનેટર શ્રી સતિષભાઈ તેમજ સુશ્રી પ્રિયંકાબેન તેમજ ગામના સરપંચશ્રીઓ અને પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી મગનભાઈ વસાવા તેમજ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી શેરી નાટકના કાર્યક્રમને માણ્યો હતો.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોર વ્હીલ મળી કુલ કિં.રૂ. ૧,૦૮,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ProudOfGujarat

મુળ નિવાસી સંધ ભરૂચે રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા દેશનું બંધારણ સળગાવવાના કૃત્યને વખોડાયું…! • સીબીઆઇ તપાસની માંગ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!