Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં પાંચ દરોડા દરમિયાન જુગાર રમતા 28 ઇસમો ઝડપાયા

Share

જામનગર શહેરના સાધના કોલોની, શંકરટેકરી ઉદ્યોનગર, દરેડ અને પડાણામાં પોલીસે જુગારના પાંચ દરોડામાં 28 શખસોને રૂા. 58,500 રોકડ સાથે પકડી પાડી ગુના દાખલ કર્યા છે. જામનગર શહેરના સાધના કોલોની બસ સ્ટેશન પાસે જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીનો જુગાર રમી રહેલા નલીન વિઠલદાસ જોશી, સાદીક હુશેન બ્લોચ અને નિલેશ રતીલાલ વસીયરને સીટી-અે પોલીસે રોકડ રૂા. 3260 સાથે પકડી પાડી ગુનાે દાખલ કર્યો છે.

બીજા દરોડામાં દરેડ જીઆઇડીસી ફેસ-3 મહાવીર સર્કલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા મુકેશ માતાપ્રસાદ જાટપ, કૌશીક દેશરાજ સાકીયા, બિરેન્દ્ર રાજુભાઇ સાકીયા, પ્રમોદ ગજધર જાટપ અને રાજકુમાર દોલતસિંગ પરીહારને પંચ-બી પોલીસે રોકડ રૂા. 10560 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ત્રીજા દરોડામાં દરેડ જીઆઇડીસી ફેસ-2 ઇલેકટ્રીક ઝોન પાસે જાહેરમાં તીનપતી રોનપોલીસનો જુગાર રમી રહેલા છોટુ નનેભાઇ આદિવાસી, અનિલસિંગ જગદીશસિંગ ગાેર, સત્યમ પરશરામ પટેલ, રામેશ્વર હરીભાઇ રેકવાલ, ભગવાનસિંગ સોનુસિંગ ઠાકોર અને નીખીલ ગોરીશંકર કડેરાને પોલીસે રૂા. 11580 સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં પડાણા પાટિયાથી પડાણા ગામ જતા રસ્તાની વચ્ચે શિવપરા વિસ્તારમાં બાવળની નીચે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા પરબત દેવશી પરમાર, કાના ઉર્ફે કીરીટ પાલાભાઇ ચાવડા, ભાવેશ રૂડાભાઇ પરમાર, વિજય ભીખાભાઇ રાઠોડ, અરજણ ભીખાભાઇ આંબલીયા અને મનસુખ રાજભાઇ બથવારને પોલીસે રોકડ રૂા. 11330 તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

પાંચમાં દરાેડામાં જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોનગર જકાતનાકા જતા રસ્તામાં ફાઇસ્ટાર બ્રાસના કારખાના પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા ગુડુ આલમ તોહીદઅલી સૈયદ, મુસ્તકીમ સાદીક શેખ, મોતીન સમીન શેખ, સૈયમત બલીભાઇ શેખ, મોહમદ જીયાઉલ નેમુદીન હક, ઉમરાય યાસીન રાય, કાદીર મોસીન અનસારી અને સાજીફુલ નવરોજ રાય નામના શખસાેને રોકડ રૂા.21770 સાથે પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના આ દરોડામાં તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ તેમની અટક કરીને જામીન પર છોડવામાં આવ્યા હતાં.


Share

Related posts

દિલ્હી : નરેલા ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે.

ProudOfGujarat

જામનગર રોજગાર કચેરી અને સરકારી વાણીજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમીનાર યોજાયો*

ProudOfGujarat

વડોદરા : અંબાવ ગામમાં છૂટાછેડા બાદ મહિલાના બીજી જગ્યાએ લગ્ન નક્કી થતાં પહેલા પતિએ ઝેરી દવા પી ને કર્યો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!