Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એ રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી સાયકલિંગ કરી દર્શન કર્યા.

Share

ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મેળવ્યો. ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એન. રાવેએ ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી હતી. સમગ્ર વિશ્વમા હરિભક્તો માટે આકર્ષણનુ કેન્દ્ર એવા પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે નવનિર્મિત વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મળ્યો. સુંદરતા, આધ્યાત્મિકતા, કલાકૃતિનો અનેરો સંગમ એવા આ પ્રમુખ સ્વામીનુ મુલાકાત લેવાનો નગર એટલે ભારતના દરેક રંગનુ અનોખુ મિશ્રણ. યુવાઓ માટે પ્રેરણારૂપ આ ઉત્સવની મુલાકાત જ કોઈને પણ દિવ્યતાનો અનુભવ કરાવે છે.

પ્રમુખ સ્વામી મહારાજ જેમને સમગ્ર જીવન લોકોને “બીજાના સુખમા આપણુ સુખ” જેવી શીખ આપી છે અને અગણિત લોકોને ખોટા રસ્તે જ્તા રોકી ચારિત્ર્ય દ્રઢ રાખવા પ્રેરિત કર્યાં. “સર્જનાત્મકતા, નેતૃત્વતા અને સફળતા પાછળ આધ્યાત્મિકતા હોય છે” આ વાત પ્રમુખ સ્વામી મહારાજે સાચા અર્થમા સાબિત કરી સમગ્ર જીવન બીજા લોકો માટે જીવ્યા. 600 એકરની વિશાળ જમીનમા બનાવવામા આવેલ આ નગર જેમા 280 ખેડૂતો દ્વારા જમીન દાન અને હજારો સ્વયં સેવકોની અથાક મહેનત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ વગર અશક્ય છે. આ નગરમા મહારાજના સંસ્કારની પ્રતિકૃતિ દેખાય છે. આખા નગરની મુલાકાત મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે શ્રી ઓધવરામ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : જુની તરસાલી ગામે આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને કોરોનાનાં સંભવિત સંક્રમણથી બચવાનું હોમ એજ્યુકેશન અપાયુ.

ProudOfGujarat

ખેડા : કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!