Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પરવટ પાટિયા નજીક ફુગ્ગાનો ગેસ સિલિન્ડર ફાટતા 1 નું મોત, 2 ઘાયલ

Share

સુરતના પરવટ પાટીયા નજીક ઉત્તરાયણના રોજ મળસ્કે ફુગ્ગામાં ગેસ ભરવાના સિલિન્ડરમાં ગેસ બનાવવવા માટે કાર્બન, પાણી અને ચુનાનું મિશ્રણ કર્યા બાદ ફુગ્ગા ફુલાવતી વખતે વધુ પડતા પ્રેશરના કારણે સિલીન્ડર બ્લાસ્ટ થતા ફુગ્ગો વેચવા માટે આવેલા પરિવારના સભ્યો પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક કિશોર સહિત 2 ગંભીર રીતે ઘવાયા હતા. ત્રણેને સ્મીમેર ખસેડાયા હતા. જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો જ્યારે બેને દાખલ કરાયા હતા.

રાજસ્થાનના ઉદયપુરના વતની કૈલાસ ગંગારામ વાઘડીયા તેના સંબંધી સાવન વાઘડીયા અને ભેરૂ સાવન વાઘડીયા ચારેક દિવસ પહેલા વતનથી સુરત ઉત્તરાયણમાં ફુગ્ગાનો ધંધો કરવા માટે આવ્યા હતા. ઉત્તરાયણના રોજ મળસ્કે ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં પરવટ પાટીયા મહાવીર મોબાઈલ સર્કલ પાસે ફુગ્ગામાં ગેસ ભરવાના સિલીન્ડરમાં ગેસ ખાલી થઈ ગયો હોવાથી કૈલાસે તેમાં ગેસ ભરવા માટે કાર્બન, ચુનો અને પાણીનો જથ્થો ભરી પેક કર્યો હતો.

Advertisement

ત્રણે વસ્તુના મિશ્રણનું પ્રમાણ વધુ થઈ જતા સિલીન્ડરનું પ્રેશર વધી ગયું હતું. દરમિયાન કૈલાસ ફુગ્ગામાં ગેસ ભરતા હતા. ત્યારે અચાનક સિલીન્ડર બ્લાસન્ટ થયો હતો. આ ઘટનામાં કૈલાસ તેમજ તેની સાથેના સાવન વાઘડીયા તેમજ તેનો પુત્ર ભેરૂ ગંભીર રીતે ઘવાયા હતા.

આસપાસના રહીશોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને જાણ કરી ત્રણેને તાત્કાલિક સ્મીમેર ખસેડ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ કૈલાસ વાઘડીયાનું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્ર ભેરૂ અને સાવનને સારવાર માટે દાખલ કરાયા છે. બનાવ અંગે પુણા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરત : પ્રાથમિક શિક્ષણ સંધની ચૂંટણીને અનુલક્ષીને કામરેજ ખાતે વિજય સમર્થન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 1,03260 મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!