હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ધાબા પર કે ઉંચાઈ ઉપર ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખેત ખાસ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે. ખાસ તો જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને તે પતંગ ચગાવવા કે પકડવા એકલું જ જતું હોય તો આી પરિસ્થિતિમાં તેની સાથે રહેવું જરૂરી છે. આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. જ્યાં પતંગ લુંટવા જતા બાળક કુવામાં પડયો હતો. ઘાસચારા વચ્ચે કૂવો ન દેખાતા બાળક કૂવામાં પડ્યો હતો જે બાદ ફાયર વિભાગ ટીમોને જાણ કરાઈ હતી. હાલ બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાન થતા લોકોના ટોળેટોળા કુવા નજીક એકઠા થવા લાગ્યા છે.
મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડ્યો હતો. ઉંઝાના રામનગર રેસિડેન્સી નજીક પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘાસચારા વચ્ચે કુવો ન દેખાતા બાળક કૂવામાં પડ્યો હતો. બાળક કૂવામાં પડતા ફાયર ટિમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી બાળકને બહાર નિકાળ્યો હતો. જે બાદ બાળકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત નિપજ્યુ હતું.