લીંબડી શહેરમાં ઠેરઠેર દબાણ માફીયાઓએ દબાણ કરેલ છે તેમજ લીંબડી તળાવ ફરતે તેમજ તવળાવની અંદર 15 ફુટ ઉપરાંત દબાણ કરેલ છે ત્યારે આજે લીંબડી ખત્રીવાડમા રહેતા જ્યંતીલાલ જનકલાલ મોરીએ નગરપાલિકામા શેરીના ઓટલાના દબાણ બાબતે નગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી ત્યારે લીંબડી નગરપાલિકા દ્વારા આ શેરીનુ દબાણ દુર કરવા આવી પહોંચ્યા હતા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને વિસ્તારના રહીશો વચ્ચે તુતુમેમેના દ્રશ્ય જોવા મળ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા આ દબાણ કરેલ ઓટલા તોડી નાખતા એક મહિલા ગીતાબેન નિલેશભાઈ સાકરીયા જેઓ વોર્ડ નંબર 7 ના પુર્વ કોર્પોરેટર છે જેઓને આધાત લાગતા બેભાન થયા હતા જેઓને તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નિલેશભાઈ સાકરીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લીંબડીમા ઠેરઠેર જાહેર સ્તાઓમા બેફામ દબાણો છે તે કેમ દુર કરવામા નથી આવતાં શું? આ નગરપાલિકાની મીલીભગત જેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર