જળ એજ જીવન એ એક કહેવત છે પણ હકીકતમાં આ કહેવત સાચી છે ત્યારે લીંબડીમા ટેસ્ટીગ માટે 22 લાખના 4 વોટર એટીએમ મુકવામાં આવ્યા છે જેની એક એટીએમની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા છે ત્યારે આજે આ ચારેય વોટર એટીએમનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે પહેલાં લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને મળેલી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ચેરમેન મનુભાઈ જોગરાણા, જાદવભાઈ મકવાણા, પુર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઈ સોની અને લીંબડી ચિફ ઓફિસર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ લીંબડી બસ સ્ટેશન રોડ પર મુકવામાં આવેલ વોટર એટીએમનુ લોકાર્પણ કિરીટસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ સીસીટીવી કેમેરાથી સજ્જ વોટર એટીએમ કરવામાં આવ્યું છે જેને પાણી લેવું હોય તે એક રૂપિયો એટીએમ માં નાખે એટલે એક ગ્લાસ પાણી, બે રૂપિયામાં એક લીટર પાણી, પાંચ રૂપિયામા દશ લીટર પાણી અને દશ રૂપિયામા વીસ લીટર ફિલ્ટર પાણી લોકોને મળી રહેશે તેમજ ઉનાળાને ધ્યાનમાં રાખીને આ વોટર એટીએમ મુકવામાં આવ્યું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.
Advertisement