Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Share

મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી 12 જાન્યુઆરી ગુરૂવારે હાથ ધરાનાર છે. જેને લઈ ભરૂચ-દહેજ માર્ગ ઉપર ગુરુવાર સવારે 9.30 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન નજીકથી જ એક્સપ્રેસ વે અને ફ્રેઈટ કોરિડોર પસાર થઈ રહ્યાં છે. ત્રણેયની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. જોકે ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી.

Advertisement

ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવા પ્રોજકટ કંપની દ્વારા 12 જાન્યુઆરીએ બ્લોક લેવા સાથે ડાયવરઝન અપાયું છે.

જેમાં ગુરુવારે સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી ભરૂચ-દહેજ રોડ બંધ રહેશે. દહેગામ ખાતે રોડ અંડર બ્રિજ ખાટ્સ ગુડ્ઝ ટ્રેનના ટ્રેક ઉપર ગડર બેસાડવાને લઈ લોકો અને વાહનચાલકોની સલામતી માટે બ્લોક લઈ 7.30 કલાકનો રોડ બ્લોક લેવાયો છે. જેના વિકલ્પ રૂપે વાહનચાલકોને ભરૂચ, થામ, વાગરા, ઓચ્છણ, મુલેર, પણીયાદરા થઈ દહેજ રોડ જવા આવવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.


Share

Related posts

હેપ્પી ફેમિલી : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની લીધી મુલાકાત

ProudOfGujarat

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે હોમહવન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી: PMએ આપી શ્રદ્ધાંજલિ; રાજઘાટ પહોંચ્યા સોનિયા-રાહુલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!