ઉત્તરાયણને લઈ વડોદરા નગરપાલિકાની ખોરાક શાખા સતર્ક જોવા મળી રહી છે. વડોદરાના ચોખંડી વિસ્તારમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા ઉત્તરાયણમાં ખવાતી તમામ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ બધી વાનગીઓ ખાવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અધિક આરોગ્ય અમલદાર અધિક વૈધની સૂચના અનુસાર આ પ્રકારની ચેકિંગ હાલ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વ નિમિત્તે વઘુમાં વઘુ ખવાતી વસ્તુ હોય તે ઉંઘીયું, જલેબી, ચિક્કીથી લઈને તમામ વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યં છે. જોકે, જરૂર જણાઈ આવતા ખોરાક શાખા દ્વારા સેમ્પલ લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન દુકાનમાંથી જો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવશે. તો ખોરાક શાખા દ્વારા નાશ પણ કરવામાં આવશે. પાલિકાની ખોરાક શાખા મોટાભાગના તહેવારોમાં સતર્કતાના ભાગરૂપે આ પ્રકારનું ચેકીંગ કરતા હોય છે. ત્યારે લોકોનો ખૂબ લોકપ્રિય તહેવાર મક્રરસંક્રાતિ નિમિત્તે પાલિકાની ફુડ શાખા દ્વારા હાલ ચેકીંગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.