Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વ્યાજખોરો સામે પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક, ચાર ગુન્હા નોંધાયા, ૫ ની ધરપકડ

Share

ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ આત્મહત્યા કર્યા હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, વ્યાજના ચક્રવ્યૂમાં અટવાયેલા લોકો પોતાનું જીવન જીવવું પણ મુશ્કેલી સમાન બની જતું હોય છે, તેવામાં આ પ્રકારના કિસ્સાઓ પર અંકુશ લાવવા માટેનું અભિયાન રાજ્યના ગૃહ વિભાગે ઉપાડ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, અને ગેરકાયદેસર વ્યાજના વ્યવસાય ચલાવતા તત્વો સામે સપાટો બોલાવી તેઓની કરતૂતો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચ્યો છે.

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પણ વ્યાજખોરીના દુષણ સામે સતર્કતા દાખવી ચાર જેટલા ગુન્હા નોંધી એક મહિલા સહિત ૫ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ભરૂચ પોલીસે (૧) સતીષ ભાઈ ઉર્ફે સની દિનેશભાઇ ટેલર્સ રહે,આકાંક્ષા નગરી દહેજ બાયપાસ રોડ ભરૂચ નાની ફરિયાદના આધારે ધરપકડ કરી છે, જેઓએ ૨૦,૦૦,૦૦૦ ની રકમ ઉંચા વ્યાજ દરે આપી ફરિયાદીને ધમકાવી તેઓની દુકાનના દસ્તાવેજ સહિત કાર લઈ લીધી હતી,જે બાદ મામલે ફરિયાદી ઇસમે હિંમત જટાવી પોલીસ નો સંપર્ક કરતા પોલીસે તેઓની ધરપકડ કરી છે.

Advertisement

તો આજ પ્રકારે શક્તિનાથ વિસ્તારના નારાયણ એસ્ટેડમાં રહેતા (૨) રમેશભાઈ હરકિશન દાસ મોદી તેમજ ચાવજની રચના રેશીડેન્સીમાં રહેતા (૩) સુરેશભાઈ ભીખાભાઈ પરમાર નાઓ પણ ફરિયાદીને ૩,૦૦,૦૦૦ ની રકમ માસિક ૨ ટકાના વ્યાજ દરે આપી પોતાની પાસે ધીરધારનું કોઈ પરવાનો ન હોવા છતાં ફરિયાદીને અવારનવાર ધાકધમકી આપી કોરા ચેક ઉપર સહી કરાવી લઇ વ્યાજ નહિ ચૂકવે તો ચેકનો કેસ કરાવી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દબાણ કરતા હોય પોલીસે ફરિયાદના આધારે બંને ઇસમોની ધરપકડ કરી છે.

સાથે જ અન્ય ગુન્હાની વાત કરવામાં આવે તો ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રામેશ્વર પાર્ક સોસાયટી અને જ્યોતિ નગર ૧ વિસ્તારમાં રહેતા (૪) દિલીપ સોમચંદ્ર જાદવ તેમજ (૫) દેવાંગ ઉર્ફે દેવ ચંદ્રકાંત ભાઈ મહેતા નાઓએ પણ ફરિયાદીને ૪,૫૦,૦૦૦ ઉંચા વ્યાજ દરે નાણાં ધીરી ધાક ધમકી આપી તેમજ સરકારના નક્કી કરેલ નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ સાથે નાણાં વસુલ કરી બળજબરીથી ચેકોથી નાણાં લખવતા હોય પોલીસને ફરિયાદ મળતા બંને ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અંકલેશ્વરમાં પણ પોલીસ વિભાગે સતર્કતા દાખવી વ્યાજના દુષણ સામે તવાઇ બોલાવી છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પરની શક્તિનગર ખાતે રહેતા (૫) સંદીપ ભરતભાઈ કાયસ્થ નાઓ ફરિયાદીને રૂ.૧,૫૫,૦૦૦ ઊંચા વ્યાજ દરે આપી અને પોતાની પાસે ધીરધારનું કોઇ પરવાનો ન હોવા છતાં નિયમ વિરુદ્ધ ૧૨ થી ૧૫ ટકા જેટલું ઊંચું વ્યાજ વસુલ કરી વ્યાજની રકમ ન ચૂકવી શકતા ફરિયાદીને ડરાવી ધમકાવી કોરા ચેક લઇ સહી કરાવી લઈ વ્યાજ પેટે ૧૦,૦૦,૦૦૦ ની માંગણી કરતા હોય જે બાબત અંગેની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળતા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આમ ભરૂચ જિલ્લામાં ઊંચા દરે વ્યાજ ખોરીનો વ્યવસાય ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતર્કતા દાખવી વ્યાજની ચૂંગાલમાં ફસાયેલ લોકોની ફરિયાદ લઇ ગેરકાયદેસર રીતે વ્યાજ પર નાણાં ધીરનાર તત્વો સામે લાલઆંખ કરતા વ્યાજ ખોરીનો વ્યવસાય કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

ઝધડિયા : ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!