વડોદરામાં સામસામે બે રિક્ષાઓ ટકરાતા એક રીક્ષા પલટી ખાતે દારુની રેલમછેલ થઈ હતી. એક રીક્ષામાંથી નીચે દારુની બોટલો એક પછી એક પડવા લાગતા રસ્તામાં ઉભા રહેવા લોકોએ રીક્ષા ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ આ બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરતાં પોલીસ દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોએ ઝડપી રાખેલા રીક્ષા ચાલકને પોલીસ હવાલે કરાયો હતો.
આજે સવારે એક રીક્ષા ચાલકે બે પેટીઓ દારૂની ભરીને પૂર ઝડપે રેસકોર્સ સર્કલ પાસેથી પસાર થયો હતો. આ દરમિયાન આ રીક્ષા બીજી રિક્ષા સાથે અથડાઈ હતી. દારૂ ભરેલી રીક્ષામાં બે દારૂની પેટીઓ પૈકી એક દારૂની બોટલો રોડ પર પડી જતાં તૂટી ગઈ હતી.
લોકોને અકસ્માત જેવું લાગતા આ રીક્ષા ચાલકને બચાવવા જતા દારુની પેટી નજરે પડી હતી અને આ ઓટો રીક્ષા ચાલકને પોલીસને હવાલે કરાયો હતો. જેથી પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રીક્ષામાં દારૂની 48 બોટલો સાથેની બે દારૂ ભરેલી પેટી જપ્ત કરી હતી.
પોલીસ તપાસમાં વડોદરાના વારસિયા વિસ્તારમાં દારૂનું વેચાણ કરના લાલચંદ લક્ષ્મણ નેભવાની હોવાનું સામે આવ્યું હતું. જેથી આ દારુ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. દારૂબંધીની ચર્ચા વચ્ચે છાસવારે દારુ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વડોદરામાં પણ દારુની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો.