Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

Share

ભરૂચ જિલ્લાના ડભાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની નહેરમાં ગત તારીખ ૧ જાન્યુઆરીના રોજ ગાબડું પડતા ભરૂચ શહેરના ૫૦ હજારથી વધુ મકાનો અને કોમર્શિયલ શોપિંગોમાં જળ સંકટની સમસ્યા ઉત્પન્ન થઇ છે, છેલ્લા ૧૦ દિવસથી નહેરનું ગાબડું પુરવામાં પણ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાના હવે આક્ષેપો થઇ રહ્યા છે.

ડભાલી નહેરમાં ગાબડું પડતા નહેરની આસપાસના ખેતરોમાં પણ તેના પાણી પ્રવેશી ગયા છે, જેને પગલે આસપાસના વિસ્તારમાં તુવેર, કપાસ, મગ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાની થતા ખેડૂતોમાં પણ તંત્ર સામે રોષ ઉભો થયો છે, અને વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા રીપેરીંગ કાર્ય પણ બંધ કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તેવામાં હવે વિપક્ષના સભ્યો સમસાદ અલી સૈયદ, સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા સહિતના લોકોએ સ્થળ પર દોડી જઈ મામલે સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ભરૂચ ઉપર સંભવિત જળ કટોટીની સ્થિતિ અંગેનો ચિતાર પત્રમાં રજૂ કરી તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ખેડુતોને વળતર ચૂકવવા સાથે નહેરની કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા અંગેની રજૂઆત કરી હતી.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા મિશન લાઇફ – પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી.

ProudOfGujarat

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 : ઉર્વશી રૌતેલા ગુલાબી ટ્યૂલ ગાઉનમાં ચમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!