ગુજરાત જેવા રાજ્યમાં રેગિંગની ઘટના સામાન્ય નથી ત્યારે તાજેતરમાં જ અમદાવાદ અને વડોદરામાં રેગિંગની ઘટનાઓ સામે આવી હતી. અગાઉ પણ આ ઘટનાઓ સામે આવી જ છે. ત્યારે રેગિંગ મામલે હાઈકોર્ટે સૂઓમોટોનું સંજ્ઞાન લીધું છે.
રાજ્યની મેડિકલ અને ડિગ્રી કોલેજોમાં વિદ્યાર્થીઓના રેગિંગને લઈને સુઓમોટો સંજ્ઞાન લઈને અરજી દાખલ કરી છે. ખાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ધરાવતા જુનિયર તબીબોની વધતી જતી રેગીંગની ઘટનાઓથી પેરેન્ટ્સ પણ ચિંતીત બન્યા છે. ત્યારે વિદ્યાના સંકુલમાં આ પ્રકારની ઘટનાઓના કારણે હાઈકોર્ટે સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગના મામલામાં સુઓ મોટુનું સંજ્ઞાન લીધું છે. નિયમો અંગે સરકાર અને શિક્ષણ સચિવ પાસેથી સ્પષ્ટતાને નોટીસ પણ પાઠવી છે.
વડોદરામાં રેગિંગની ઘટના 30 ડીસેમ્બરે આવી સામે
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી હતી. સિનિયરો પોતાનો અંગત ખર્ચ જુનિયર વિદ્યાર્થીઓ પાછળ કરતા હતા. વિદ્યાર્થીને ધમકી પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરીને વોર્ડમાં જ દર્દીના પલંગ પર સૂવાની ફરજ પડાતી હતી. આ ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થીના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા.
બીજે મેડીકલમાં પણ બની હતી ઘટના, 3 ને સસ્પેન્ડ કરાયા
વિદ્યાર્થીઓએ કૉલેજના ડીન અને પીજી ડિરેક્ટરને ફરિયાદ કરી હતી કે તેમના સિનિયરોએ તેમને ચપ્પલ અને રબરના પાઈપથી માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ બીજે મેડિકલ કોલેજોમાં રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા 3 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ 3 સેમેસ્ટર માટે કરવામાં આવ્યા છે જ્યારે 1 વિદ્યાર્થીને 2 સેમેસ્ટર માટે સસ્પેન્ડ પણ આ કારણે કરવામાં આવ્યો છે.