Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોમ્બ હોવાની શંકાને પગલે રશિયન ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સીમાં લેન્ડિંગ બાદ આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું

Share

ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાને પગલે રશિયન ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જો કે, અત્યારે ફ્લાઈની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફ્લાઈટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. તપાસ બાદ ગોવા જવા માટે પ્લાઈટને ક્લિયરન્સ આપવામાં આવી છે. ગઈકાલ રાતથી તપાસ ચાલ્યા બાદ અત્યારે ક્લિયરન્સ આપવામાં આવી છે.

ગઈકાલે જ રાત્રે લગભગ 11 વાગ્યે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. જેના કારણે મોસ્કોથી ગોવા જતી અઝુર એરબસ નામની ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 236 મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર હતા કુલ 244 મુસાફરો સવાર હતા. મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા જામનગર એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો અને ફ્લાઈટમાં બેસેલા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા.

Advertisement

જામનગરમાં રશિયન એરક્રાફ્ટનું ગઈકાલે રાત્રે મોસ્કોથી ગોવા જતા વિમાને ટેકઓફ કર્યું હતું. બોમ્બ ફ્લાઈટમાં હોવાની શંકાને લઈને આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓને ચેકિંગ દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું ન હતું. જામનગરથી 1 વાગ્યા પછી ફ્લાઇટ ઉપડી હતી. બોમ્બની ધમકી બાદ ગભરાટ ફેલાયો હતો. જોકે તમામ પ્રક્રીયા બાદ રશિયન પ્લેનને ફ્લેગ ઓફ કરી દેવામાં આવ્યું છે.

સુરક્ષા એજન્સીઓએ 11 વાગ્યાથી આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NSG, BDS, ગુજરાત ATS અને વિવિધ બોમ્બ સ્ક્વોડની ટીમો તપાસમાં સામેલ હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરોના સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે રાતભર સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તમામ મુસાફરો સાથેનું રશિયન પ્લેનમાં સવાર મુસાફરોને આખી રાત એરપોર્ટ પર જ વિતાવવી પડી હતી જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તપાસ સઘન રીતે કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ હિંગલ્લા ચોકડી પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા પલ્ટી ખાતા એક વ્યક્તિ ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

ProudOfGujarat

ભરૂચ ખાતે બેટી બચાવો અંતર્ગત રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!