Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ગુમાનદેવ નજીક પુલ પર ઓવરટેક કરવા જતા બે વાહનો ટકરાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ નજીક નદીના પુલ પર એક ડમ્પર ચાલકે એક ફોર વ્હિલ ગાડીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હિલ ગાડીને નુકશાન થયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક સુનિલભાઇ દલસુખભાઇ ભગત ગતરોજ તા.૯ મીના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં તેમના પરિવારજનો સાથે તેમની ફોર વ્હિલ ગાડીમાં અંકલેશ્વર કોઇ કામ માટે જવા નીકળ્યા હતા. તેઓ ઝઘડિયાથી આગળ ગુમાનદેવ નજીક આવેલ નદીના પુલ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તે દરમિયાન અચાનક એક ડમ્પર ચાલકે તેમની ગાડીને ઓવરટેક કરવા જતા આ બન્ને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરનો પાછળનો ભાગ ફોરવ્હિલ ગાડીને વાગી જતા ગાડીને નુકશાન થયું હતું. ઉપરાંત અકસ્માત દરમિયાન ફોર વ્હિલ ગાડીનો આગળનો ખાલી સાઇડનો ભાગ પુલની રેલિંગને અડી જતા ગાડીના બોનેટને પણ નુકશાન થયું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને કોઇ ઇજા પહોંચી નહતી. ઘટના બાદ સુનિલભાઇએ ડમ્પરના ચાલકને તેમની ગાડીને થયેલ નુકશાનનો ખર્ચ આપવાનું જણાવતા તેણે ના પાડી હતી. અકસ્માતની આ ઘટના સંદર્ભે સુનિલભાઇ દલસુખભાઇ ભગત રહે.ઝઘડિયા જિ.ભરૂચનાએ ડમ્ફર ચાલક ચતુરભાઇ ખુમાનભાઇ વસાવા રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી.

ProudOfGujarat

નવસારી જિલ્લાની નવ હજાર સખીમંડળની બહેનો હાઇટેક બનશે :

ProudOfGujarat

જેનો રાજા વેપારી, તેની પ્રજા…! મોદી સરકારને 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી રૂપિયા 16.57 લાખ કરોડની કમાણી થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!