ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા ૩૫ લાખ સાથે એક ઇસમને ઝડપી લીધો. ભૂતકાળમાં ભરૂચ જિલ્લો હવાલા કૌભાંડ માટે વિખ્યાત હતો ત્યારે હવાલામાં ભરૂચનું નામ ફરી ઉછળી રહ્યું હોય ત્યારે એસ.ઓ.જી.પોલીસે હવાલા કૌભાંડીઓને જેલ ભેગા કરવાનું મન બનાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક ઈસમ દિલાવર મુસા ઉમરજી વોરાપટેલ (પટાવાળા), રહે.૪૪૯ વાસ સ્ટ્રીટ, પારખેત, તા.જી.ભરૂચએ એક મોટરગાડીમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર હોવાની બાતમી મળી હતી. જે આધારે વોચ રાખી ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે મોટરગાડી રોકી ચેક કરતા રૂ.૩૫ લાખ રોકડા જોવા મળ્યા હતા. જે બાબતે ગાડી ચાલક સાથે પ્રાથમિક પુછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબની કાયદેસર કાર્યવાહી કરી નાણા મોકલનાર તથા નાણા કોને આપવાના હતા તથા આંગડિયા પેઢીની ભુમિકા અંગેની આગળની તપાસ એસ.ઓ.જી. ભરૂચનાઓ દ્રારા હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલમાં રૂ.૩૫,૦૦,૦૦૦/- રોકડા, હ્યુન્ડાઇ કંપનીની આઈ૨૦ મોટરગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- મળી ફૂલ કિ.રૂ.૪૦,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ત્યારે આ હવાલાનો કારોબાર કેટલા સમયથી અને કોણ કોણ સંડોવાયેલ છે તે તપાસમાં આવ્યા બાદ જાણવા મળશે.
ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા સાથે એક ઇસમને ઝડપી લીધો
Advertisement