અમદાવાદ સરસપુરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે દરોડા પાડી દારૂની 883 બોટલ સહિત સાથે 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બાકીના 7 આરોપીઓ ફરાર છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં દારુ, જુગારના અડ્ડાઓની સાથે સાથે નાસતા ફરતા આરોપીઓને પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગેરકાયદેસર દારૂ ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી ભલે હોય, પરંતુ રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ દ્વારા દારુ મામલે બીજી તરફ કડકાઈ પણ રાખવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કેટલાક પોલીસ સ્ટેશનની નજીકમાં જ અગાઉ અમદાવાદમાં દારુ પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર સરસપુરમાં કાર્યવાહી કરાઈ છે.
આજે અમદાવાદના સરસપુર સ્થિત મધુભાઈ મિલના પરિસરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં 883 બોટલ સહિત કુલ 8 લાખ 59 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ત્યાં એક આરોપીને પકડી પાડ્યો છે જ્યારે અન્ય 7 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.