દ્વારકા ખંભાળીમાં પોલીસ દ્વારા જુદા-જુદા ગુનામાં કબ્જે કરવામાં આવેલા 33.40 લાખના દારુનો નાશ કરવામાં આવ્યો છે. ઈંગ્લિશ દારુની બોટલોનો અધિકારીઓની ઉપસ્થિતિમાંટ નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં દારુબંધી છે ત્યારે આ દારુબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર દારુ ઝડપી પાડવામાં આવતો હોય છે. ત્યારે દ્વારકામાં પણ ખંભાળીયા પોલીસે જુદી-જુદી જગ્યાએથી દારુ પકડી પાડ્યો હતો. આ દારુ એકઠો કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. નશાબંધીને જોતા આ પ્રકારે ગેરકાયદેસર વેચાણ ચલાવી લેવામાં નહીં આવે તેવો સીધો સંકેત પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સ્થાનિક પોલીસ દ્વારા 13 જેટલા ગુનામાંથી પકડી પાડવામાં આવેલી ઈંગ્લિશ દારૂની બોટલો નાશ કરાઈ હતી. જેમાં જેમાં 13 ગુનામાં 7918 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં 1,078 બીયરની બોટલો હતી. આ ઉપરાંત અન્ય ઈંગ્લિશ દારૂની બોટલોટ વિવિધ બ્રાન્ડની તેને નાશ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ચાલતા દારુના વેચાણ સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લા પોલીસ વડા અને નાયબ કલેક્ટર સહીતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.