Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નવલખી મેદાનમાં જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

Share

કોરોના મહામારી બાદ ફરી એક વખત વડોદરાના પતંગ રસીયાઓને આજે આંતરરાષ્ટ્રીય પતંગ કળા અને પરંપરાનો સાક્ષાત્કાર થયો હતો. શહેરના નવલખી મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ દેશો અને દેશના ૬ રાજ્યો સહિત ૬૦ થી વધુ જેટલા પતંગબાજોએ પોતાના પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરતા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો પતંગોત્સવ આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. આપણા પરંપરાગત ઉત્સવો, તહેવારોને જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય ઉત્સવ તરીકે ઉજવવાની એક આગવી અને નવતર પરંપરા વડાપ્રધાનએ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-૨૦ દેશોની બેઠકોની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે જી-૨૦ ની થીમ આધારિત આ વર્ષના પતંગ મહોત્સવથી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ ની ભાવના સાકાર થઈ રહી હોવાનું તેમણે ગૌરવસહ જણાવ્યું હતું. ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ વિદેશી પતંગબાજો અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ ધન્યભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે વડોદરાની ધરતી પર આવા વૈશ્વિક કક્ષાના મહોત્સવ યોજાવા એ ગર્વ અને ગૌરવની વાત ગણાવી શહેરીજનોને અભિનંદન પાઠવીને, આંતરરાષ્ટ્રીય ઉત્સવો હવે વડોદરા શહેરના ઈવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો હોવાનું જણાવ્યું હતું.

સાંસદ રંજનબેન ભટ્ટે આપણા પરંપરાગત ઉત્સવોને વૈશ્વિક ઓળખ અપાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી સ્થાનિકો અને વિદેશી પતંગબાજો વચ્ચે પોતાની આગવી પતંગ સંસ્કૃતિનું આદાનપ્રદાન થાય છે.

Advertisement

વડોદરા શહેરમાં આયોજિત પતંગ મહોત્સવમાં અલજીરીયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, કંબોલિયા, કોલમ્બીયા, ડેનમાર્ક, ચીલી, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જીયા, ગ્રીસ, જોર્ડન, ઈટલી, બુલગેરીયા, કોરસ્ટારીકા સહિતના જી-૨૦ દેશોના પતંગબાજો મળીને કુલ ૧૯ દેશના ૪૨ ચુનીંદા પતંગબાજોએ ભાગ લીધો હતો. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય પતંગકળા અને પરંપરાનો શહેરના પતંગ રસીયાઓને સાક્ષાત્કાર થયો હતો.

તદઉપરાંત આ પતંગ પર્વમાં ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, દિલ્લી, રાજસ્થાન મળીને દેશના ૬ રાજ્યોના ૨૦ પતંગબાજોએ પોતાના રાજ્યમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. તેની સાથે વડોદરા શહેરના પતંગબાજો સહિત રાજ્યના વિવિધ શહેરના કાબેલ પતંગબાજોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત પહેલા વિદેશી મહેમાનો સહિતના પતંગબાજોએ ફિટનેસ આઈકન ઉર્વી સાથે ઝૂમ્બા કર્યા હતા. અને ત્યારબાદ ગુજરાતની અસ્મિતા સમા વિશ્વપ્રસિદ્ધ ગરબા નિહાળી ગરબાના તાલે ઘૂમ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાએ વિદેશી પતંગબાજોને મળીને તેમનું સ્વાગત સહ અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, ચૈતન્ય દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, શહેર ભાજપ મંત્રી, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, મનપા કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મનપા કમિશનર સહિતના અન્ય અધિકારીઓ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો, અલગ-અલગ શાળાના નાના બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીક ખાનગી લકઝરી બસમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

પાદરા ઔધોગિક ક્ષેત્રમાં સિલોક્ષ ઇન્ડિયા ખાતે રસાયણ હોનારત વિષયક મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

છોટાઉદેપુર : કરાલી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!