Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર નગરપાલીકા દ્વારા શહેરમાં ખુલ્લામાં રહેતા લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવા કવાયત હાથ ધરાઈ

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો કહેર વધી રહ્યો છે ત્યારે જાહેરમાં સુતા અને એકલવાયા લોકોને વધુ તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકાની રૈન બસેરા ટીમ કામે લગાડાઇ છે. જે રાત્રી દરમિયાન એબ્યુલન્સ લઇ ફરી શહેરમાં ખુલ્લામાં રહેતા લોકોને સેલ્ટર હોમમાં આશરો આપવામાં આવે છે. હાલ 122 ની ક્ષમતાવાળા શેલ્ટર હોમમાં 50 લોકો આશ્રય લઇ રહ્યા છે.

સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય અને પ્રાદેશિક કમિશનર અનિલકુમાર રાણાવસિયા અને ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવા લોકોને આશ્રય મળે અને ઠંડીથી રક્ષણ થાય માટે આયોજન કરાયુ હતુ. આથી એન.યુ.એલ.એમ. શાખા દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે ધર વિહોણા લોકોને આશ્રયઘરમાં આશ્રય અપાવવા માટે દરરોજ નાઈટ ડ્રાઈવ યોજાઇ રહી છે. જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ નગરપાલિકા એન.યુ.એલ.એમ. શાખાના ટેકનિકલ એકસપર્ટ હિતેશભાઈ રામાનુંજ, ડી.પી.ઝાલા, ભૌતિક ઠાકર અને રેલ્વે પોલીસના અલ્પેશભાઈ વાઘેલા સીટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ઓવર બ્રીજની નીચેની જગ્યા, ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સુઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રયઘરમાં રહેવા માટે સમજાવવામાં આવે છે. તેમને અને તેમાંથી લોકોને નગરપાલિકાના વાહનથી આશ્રય ઘરમાં લઈ જવાય છે. આમ 122 લોકોની ક્ષમતા વાળા આશ્રય ઘરમાં 50 લોકો હાલ આશ્રય લઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જનજાગૃતિ અને દેશના વિકાસ માટે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ

ProudOfGujarat

ભીમ અગીયારસ તહેવાર નિમીતે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૭ ઇસમને રોકડા રૂ.૧૬૩૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!