ભરૂચ જિલ્લાના મોટા ટંકારીઆ ગામે ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટરો માટે ભવ્ય તમામ પ્રકારની સુવિધા ધરાવતો “ચેન્જીંગ રૂમ” બનાવવામા આવ્યો. તેનુ આજરોજ ઉદ્ધઘાટન વિધિનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો. આ ચેન્જીંગ રૂમનું ઉદ્ધાટન વોરાસમની ગામના U.K. થી પધારેલ સાજીદભાઈ કોન્ટ્રાક્ટર તથા તેમના પિતા ઈબ્રાહીમભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા રીબીન કાપીને કરવામા આવ્યું હતુ. આ ચેન્જીંગ રૂમ બનાવવાનો તમામ ખર્ચ વોરસમની ગામના વતની સાજીદભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામા આવ્યો હતો ત્યારબાદ સાજીદભાઈ વોરસમનીવાલા, ઇકબાલભાઈ ધોરીવાલા, ઐય્યુબભાઈ મીયાંજી, અજીજભાઈ ટંકારવી, અબ્દુલભાઈ છેલિયા, મુસ્તાકભાઈ ડોલા, આરીફભાઈ બાપુજી ને સમગ્ર ટંકારીઆ ગામ તથા ટંકારીઆ સપોર્ટ ક્લ્બના સભ્યો તરફથી તમામ મહાનુભવોનુ ફુલહાર અને સન્માન પત્રો આપીને સન્માનિત કરવામા આવ્યા.
આ ઉદ્ધઘાટન સમારોહ ટંકારીઆ ગામના વિદેશથી પધારેલા ઐયુબભાઈ મીયાંજી, ઇકબાલભાઈ ધોરીવાલા, યુસુફભાઇ બાપુજી, જાવિદભાઈ ડોલા, અબ્દુલભાઈ છેલીયા તથા ટંકારીઆ ગામના સામાજિક આગેવાનો અજીજભાઈ ટંકારવી, ગામના સરપંચ જાકીરભાઈ ઉમતા, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન, મુસ્તુફાભાઈ ખોડા, આરીફ બાપુજી, યાસીનભાઈ સંભુ, સિરાજભાઈ ઉમતા, મુબારકભાઈ ઢિલીયા, સઈદભાઈ બાપુજી, અફઝલ ગોડીવાલા, ઇસાકભાઈ મંકી, અજીજ ભા , અમીન કડા, મુસ્તાકભાઈ બાબરીયા તથા વોરસમની ગામના સરપંચ જાકીરભાઈ, ઈમ્તિયાઝભાઈ કોન્ટ્રાક્ટર, ઇલ્યાસભાઈ, મોહમ્મદભાઈ કામથી, જૈનુલ કામથી, હસનભાઈ શેરપુરાવાલા, રતિલાલભાઈ પરમાર, જૈનુલ લાલન તથા સીતપોન ગામ તથા વરેડીયા ગામના ખેલાડીઓ તથા આજુબાજુ ગામથી પધારેલા મહેમાનો તથા ટંકારીઆ ગામના આગેવાનો નવયુવાનો, આગેવાનો હાજર રહેલા અને સમગ્ર પ્રોગ્રામનું યોગ્ય સંચાલન ટંકારીઆ ગામના વતની અને ભરૂચમા રહેતા અબ્દુલભાઈ કામથી તથા જાકીરભાઈ ઉમતા, સાજીદભાઈ લાલન દ્વારા કરવામાં આવેલું.
તૌસીફભાઈ કિકા
વલણ-કરજણ
ભરૂચના ટંકારીઆ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટરો માટે ચેન્જીંગ રૂમનુ ઉદ્ધઘાટન કરાયું.
Advertisement