મોરબીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદના નવા માલણીયાદ ગામમાં રહેતા એક પરિવારના 8 સભ્યોએ રાજયપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરી હતી. ફરિયાદ ના લેવાતા પરિવારના સભ્યોએ ઇચ્છા મૃત્યુની રાજપાલને પત્ર લખી માંગ કરી હતી.
મોરબીમાં રહેતા એક પરિવારમાં પિતાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. ત્યારે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરું છું. આ સ્યુસાઇડ નોટ રજૂ કરવામાં આવતા પોલીસે તેને એફએસએલમાં મોકલી હતી. જોકે હજુ સુધી એફએસએલનો રિપોર્ટ આવ્યો ન હોવાથી ફરિયાદન નોંધવામાં આવી નથી એવું જાણવા મળ્યું હતું. પિતાની મૃત્યુ બાદ ફરિયાદ ના લેવાતા પરિવારે રાજ્યપાલને પત્ર લખી આખા પરિવારના ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે. નોંધનીય છે કે વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ આત્મહત્યા કરી હોય તેવા બનાવ સામે આવે છે. ત્યારે પોલીસ દ્વારા આવી ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃતિ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી વ્યાજખોરોની હેરાનગતિથી કોઈ આત્મહત્યા કરી જીવન ના ટૂંકાવે.