Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ G-20 ની થીમ પર યોજાશે કાઈટ ફેસ્ટિવલ.

Share

આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની અમદાવાદમાં તડામાર તૈયારીઓ તેજ બની છે. આ વખતે G-20 ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાય તેવી પણ વ્યવસ્થા કરાશે. વિશેષ આયોજન આ વખતે થશે કેમ કે ગત વખતે કાઈટ ફેસ્ટિવલ થયો ન હતો. કાઈટ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભે મહત્વની બેઠક મળી હતી.

અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવેકાઈટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા આરંભાઈ દેવાઈ છે. કાઈટ ફેસ્ટિવલ ગુજરાતમાં ખૂબ ફેમસ હોય છે. દેશ વિદેશથી અહીં પતંગ રસીકો ભાગ લેવા માટે આવતા હોય છે. ત્યારે આ વખતે પણ વિદેશી પતંગ રસીકો અહીં આવશે.

Advertisement

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.આ વખતે પતંગ મહોત્સવમાં 56 દેશો ભાગ લેવાના છે. આ દેશોના હાઈ કમિશન અને રાજદૂતો પણ આવી રહ્યા છે. આ ઉપરાંત પતંગ મહોત્સવમાં 15 જેટલા એમ્બેસેડર તેમના પરિવાર સાથે આવશે. તેમાં પણ સોમાલિયા, ઈજીપ્ત, કેનેડા અને ગલ્ફ કન્ટ્રીના પતંગ રસિયાઓ પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે.

જેમાં આ વખતે જી-20 ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. સાબરમતી નદી પર બોટમાંથી પણ પતંગ ઉડાવી શકાય તેવી વ્યવસ્થા કરાઈ રહી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે જે આ વખતે વિશેષતા રહેશે.

ખાસ કરીને અત્યારે કોરોનાની દહેશત વચ્ચે એરપોર્ટ પર આવતા લોકોનું સ્ટ્રેસિંગ થઈ રહ્યું છે ત્યારે કાઈટ ફેસ્ટિવલમાં પણ કોરોનાની આ દહેશત વચ્ચે ખાસ કરીને ગાઈડલાઈનનું ધ્યાન રહે તેની પણ કાળજી લેવામાં આવશે.


Share

Related posts

રાજપારડીમાં પ્રતિબંધિત સિગારેટ, તમાકુ વેચતાં બે વેપારી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ કરતો વેપારી ઝડપાયો : કંપની અધિકારીએ તપાસ કરતા કૌભાંડ સામે આવ્યુ..!

ProudOfGujarat

ખેડા : કલેકટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીની ત્રીજી સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!