WhatsAppનું પ્રોક્સી ફીચર કેવી રીતે કામ કરશે?
પ્રોક્સી ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ એપને સંસ્થા અથવા સ્વયંસેવકના સર્વર સાથે કનેક્ટ કરીને મેસેજ મોકલી શકશે. આવી સ્થિતિમાં, કોઈપણ ટેલિકોમ કંપનીના સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે યુઝર્સને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું પડશે નહીં. વોટ્સએપે કહ્યું છે કે પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ થયા બાદ યુઝર્સની પ્રાઈવસી અકબંધ રહેશે અને સુરક્ષાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. WhatsApp પ્રોક્સી સર્વર પર પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. વ્હોટ્સએપે પ્રોક્સી સર્વર સાથે કનેક્ટ કરવા માટે એક ચાર્ટ પણ શેર કર્યો છે.
સરકાર દેશના હિતમાં ઈન્ટરનેટ બંધ કરે
સામાન્ય રીતે તોફાનો કે હંગામા દરમિયાન સરકાર દ્વારા સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરી દેવામાં આવે છે અને કેટલીકવાર અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવે છે. ગત વર્ષે ઈરાન સરકારે વિરોધ પ્રદર્શન દરમિયાન વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ બ્લોક કરી દીધા હતા. વોટ્સએપે કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારનું ઈન્ટરનેટ બંધ નથી ઈચ્છતા.
પ્રોક્સી સેટિંગ કેવી રીતે ચાલુ કરવું
આ માટે સૌથી પહેલા તમારી વોટ્સએપ એપ અપડેટ કરવી. તે પછી એપના સેટિંગ્સમાં જાઓ. તે પછી સ્ટોરેજ અને ડેટાના વિકલ્પ પર ટેપ કરો અને પ્રોક્સી પસંદ કરો. હવે પ્રોક્સી એડ્રેસ ભરો અને તેને સેવ કરો. એકવાર કનેક્ટ થયા પછી, એક ચેકમાર્ક દેખાશે અને તમે ઇન્ટરનેટ બંધ હોવા પર પણ સંદેશ મોકલી શકશો.