ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથકે ગત સાંજના સમયે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં શહેરના એ અને બી ડિવિઝન પોલીસ મથકોની હદમાં આવતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાઈ હતી.
લોક દરબારમાં શહેરના અગ્રણીઓ સહિત સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉપસ્થિત ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં ટ્રાફિકને અડચણ રૂપી સમસ્યાઓ, રોડ પરના ગેરકાયદે દબાણ, અસામાજિક પ્રવૃતિઓ બાબતે ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી, ત્યારે લોક દરબારમાં પૂછાયેલ પ્રશ્નોના ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વહેલીતકે હલ કરવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, ભરૂચ એ ડિવિઝન પી આઈ, બી ડિવિઝન પી આઈ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, નગર સેવકો સહિત સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં વિવિધ પ્રશ્નો અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
હારુન પટેલ : ભરુચ