Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ મનપા દ્વારા પ્રોપર્ટીનાં ટેકસની હાર્ડ રિકવરી શરૂ : ૫૪ મિલકતો પર નોટીસ ફટકારી

Share

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટેક્સ રિક્વરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે રિઢા બાકીદારોની 54 મિલકતોને માંગણા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ચાર મિલકતો સીલ કરવામાં આવી હતી. બપોર સુધીમાં 31.80 લાખની વસૂલાત થવા પામી હતી. આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 31 મિલકતોને નોટિસ આપવામાં આવતા રૂ.11.48 લાખની વસૂલાત થવા પામી હતી. જ્યારે વેસ્ટ ઝોનમાં બે મિલકતો સીલ કરવામાં આવી હતી અને 17 મિલકતોને માંગણા નોટિસ ફટકારવામાં આવતા રૂ.8.90 લાખની વસૂલાત થઇ છે. ઇસ્ટ ઝોનમાં બે મિલકતોને સીલ કરવામાં આવી છે જ્યારે 6 મિલકતોને માંગણા નોટિસ ફટકારવામાં આવતા બપોર સુધીમાં 11.42 લાખની વસૂલાત થવા પામી છે. રૂ.340 કરોડનો ટાર્ગેટ હાંસલ કરવા માટે ટેક્સ બ્રાન્ચ દ્વારા ગઇકાલથી હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 45 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 80 લાખથી વધુની રિક્વરી થવા પામી હતી. આગામી દિવસોમાં બાકી વેરો વસૂલવા માટેની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવશે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરમાં સ્ટ્રીટ લાઇટના પોલને અડતા વીજ કરંટ લાગતા ગૌવંશનું મોત.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો પકડાયો

ProudOfGujarat

ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો ,બેસ્ટ આત્મા એવોર્ડ વિજેતા ત્રણ ખેડૂતોનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!